રાંધણ છઠ બાદ આજે શીતળા સાતમની ઉજવણી, મંદિરોમાં ભક્તોની ભીડ
વડોદરા , 19 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત સાથે જ ધાર્મિક તહેવારો અને પરંપરાઓની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને આ માસ દરમિયાન અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે
શીતળા સાતમ


મંદિર


વડોદરા , 19 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆત સાથે જ ધાર્મિક તહેવારો અને પરંપરાઓની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને આ માસ દરમિયાન અનેક ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

ગઈકાલે ગુજરાતભરમાં રાંધણ છઠની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે મહિલાઓ દ્વારા પરિવાર માટે વિવિધ પ્રકારની વાનગીઓ અને ભોજન તૈયાર કરવામાં આવે છે. પરંપરા મુજબ, રાંધણ છઠના દિવસે બનાવેલું ભોજન શીતળા સાતમના દિવસે આરોગવામાં આવે છે.

આજે શીતળા સાતમ નિમિત્તે વહેલી સવારથી જ મહિલાઓ દ્વારા શીતળા માતાની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. પરિવારના સુખ, શાંતિ અને સ્વાસ્થ્ય માટે મહિલાઓ દ્વારા માતાજીને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના શીતળા માતાના મંદિરોમાં પણ ભક્તોની અવરજવર જોવા મળી રહી છે. મહિલાઓ પરંપરાગત રીતે પૂજા કરી માતાજીના આશીર્વાદ મેળવી રહી છે.

શીતળા સાતમ માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો તહેવાર નથી, પરંતુ પરિવાર અને સમાજને એકસાથે જોડતી વર્ષો જૂની પરંપરાનો પણ મહત્વનો ભાગ છે. શ્રાવણ માસ દરમિયાન આવા તહેવારોના કારણે સમગ્ર ગુજરાતમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande