કોર્પોરેટરના માતા-પિતા ખાડાનો ભોગ બન્યા બાદ તંત્ર હરકતમાં, વોર્ડ-7ના રસ્તા પર સવાલો
વડોદરા, 19 ઓગસ્ટ (હિ.સ.) - વડોદરા શહેરના વોર્ડ નંબર-7માં બિસ્માર રસ્તા અને ખાડાઓને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડાના કારણે મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતા-પિતા અકસ્માતનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે. સ
કોર્પોરેશન


કોર્પોરેશન


કોર્પોરેશન


વડોદરા, 19 ઓગસ્ટ (હિ.સ.) - વડોદરા શહેરના વોર્ડ નંબર-7માં બિસ્માર રસ્તા અને ખાડાઓને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડાના કારણે મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના માતા-પિતા અકસ્માતનો ભોગ બન્યા હોવાની ઘટના સામે આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વોર્ડના અનેક રસ્તાઓ પર લાંબા સમયથી ખાડાઓ પડેલા છે, જેના કારણે વાહનચાલકોને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓને કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે અને સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

જોકે, મહિલા કોર્પોરેટરના માતા-પિતાને અકસ્માત નડ્યા બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને રસ્તા પરના ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને પગલે હવે સવાલ એ ઊભો થયો છે કે, સામાન્ય નાગરિકો વારંવાર મુશ્કેલીની ફરિયાદ કરતા હોવા છતાં ખાડાઓ કેમ પૂરવામાં આવતા નથી?

શું કોઈ મોટી ઘટના કે કોર્પોરેટરના પરિવાર સાથે અકસ્માત સર્જાયા બાદ જ તંત્રને રસ્તાની સ્થિતિ દેખાય છે? સ્થાનિકોમાંથી એવી પણ માંગ ઉઠી રહી છે કે શહેરના તમામ બિસ્માર રસ્તાઓ અને જોખમી ખાડાઓની તાત્કાલિક ઓળખ કરી ગુણવત્તાસભર સમારકામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ નાગરિક અકસ્માતનો ભોગ ન બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande