પોરબંદરમાં એજ્યુકેશન લોનના નામે રૂ.10.13 લાખની છેતરપિંડી.
પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા જીવાભાઈ માલદેભાઈ કારાવદરાએ રાજકોટના કન્સલ્ટન્સી કર્મચારી સામે એજ્યુકેશન લોનના નામે રૂ.10.13 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રાજકોટના જયદીપ મહેશભાઈ રામાણી સામે આક્ષેપ કરવા
પોરબંદરમાં એજ્યુકેશન લોનના નામે રૂ.10.13 લાખની છેતરપિંડી.


પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા જીવાભાઈ માલદેભાઈ કારાવદરાએ રાજકોટના કન્સલ્ટન્સી કર્મચારી સામે એજ્યુકેશન લોનના નામે રૂ.10.13 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં રાજકોટના જયદીપ મહેશભાઈ રામાણી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ જીવાભાઈના પુત્ર કેશુભાઈ માટે એજ્યુકેશન લોનની જરૂરિયાત હોવાથી તેઓ રાજકોટની એપેક્સફ્લાય કન્સલ્ટન્સીના સંપર્કમાં આવ્યા હતા. કન્સલ્ટન્સીમાં એજ્યુકેશન લોન સંબંધિત કામગીરી કરતા જયદીપ રામાણીએ રૂ.18 લાખની એજ્યુકેશન લોન કરાવી આપવાની ખાતરી આપી હતી. લોનની પ્રક્રિયા દરમિયાન આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ લોનની રકમ ભરવા સહિતના અલગ-અલગ કારણો રજૂ કર્યા હતા. આરોપીની વાત પર વિશ્વાસ રાખીનેફરિયાદીએ પોતાના બેંક ખાતામાંથી તેમજ જણાવ્યા મુજબના અન્ય બેંક ખાતામાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ.10,13,381ની રકમ ટ્રાન્સફર કરી હતી. રકમ મેળવ્યા બાદ આરોપીએ ફરિયાદીના પુત્રની એજ્યુકેશન લોન ભરાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, લોન ક્લિયર થઈ હોવાનું દર્શાવતી NOC પણ વોટ્સએપ મારફતે મોકલી હતી. જેના કારણેફરિયાદીને લોનની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોવાનો વિશ્વાસ થયો હતો. બાદમાં લોન અંગે હકીકત સામે આવતા ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ લોનની રકમ ભર્યાવગર ખોટી NOC મોકલી વિશ્વાસઘાત કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે પોરબંદર પોલીસે ફરિયાદના આધારે આરોપી જયદીપ મહેશભાઈ રામાણી સામે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બેંક ટ્રાન્ઝેક્શન, વોટ્સએપ ચેટ અને લોન સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલેવધુ લોકો સંડોવાયેલા છે કે નહીં અને અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી થઈ છે કે કેમ તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande