
જૂનાગઢ, 19 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ : 2026-27 માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી ઘટકો માટે ગીરસોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂત મિત્રો માટે પોર્ટલ 2.0 ખૂલ્લું મૂકવામાં આવ્યું છે.
આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, ફળપાકોના પ્લાન્ટિંગ મટિરીયલમાં સહાય, હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂર માં સહાય જેવા વિવિધ ઘટકો માટે નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ તા.૨૦/૦૮/૨૦૨૬ થી તા. ૨૬/૦૮/૨૦૨૬ સુધી ખૂલ્લું મૂકવામાં આવશે.
વિવિધ યોજનાકીય સહાયનો લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુમાં જણાવવાનું કે, ચાલુ વર્ષ: ૨૦૨૬-૨૭ થી નવીન આઇ - ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓર્થેન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે ત્યાર બાદ જ ઓનલાઇન અરજી કરી શકશે.
અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, ટેલીફોન નં. ૦૨૮૭૬-૨૪૦૩૩૦, વેરાવળ ખાતે બીનચૂક જમા કરાવવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ