છ શાસ્ત્રો પર શોધકાર્ય માટે 37 શોધાર્થીઓની ભાષા દક્ષતા પરીક્ષા 20મીએ
ગીર સોમનાથ 19 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિવિધ શાસ્ત્રીય વિષયો પર સંશોધન કાર્ય માટે પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ ભાષા દક્ષતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. છ શાસ્ત્રો પર સંશોધન કાર્ય કરવા માટે યુનિવર
છ શાસ્ત્રો પર શોધકાર્ય માટે 37 શોધાર્થીઓની ભાષા દક્ષતા પરીક્ષા 20મીએ


ગીર સોમનાથ 19 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિવિધ શાસ્ત્રીય વિષયો પર સંશોધન કાર્ય માટે પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત તા. 20 ઓગસ્ટ, 2026ના રોજ ભાષા દક્ષતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

છ શાસ્ત્રો પર સંશોધન કાર્ય કરવા માટે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા આશરે 37 જેટલા ગુજરાત તથા ગુજરાત રાજ્ય બહારના શોધાર્થીઓ આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે. સંશોધન માટે પસંદગી પામનાર શોધાર્થીઓને સંબંધિત શાસ્ત્રીય વિષયોમાં સંશોધન કાર્ય કરવાની તક આપવામાં આવશે.

શોધાર્થીઓની ભાષાકીય ક્ષમતા અને સંશોધન માટેની જરૂરી પાયાની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે આ ભાષા દક્ષતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી દ્વારા પરિણામ જાહેર કરી આગળની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃતના વિવિધ શાસ્ત્રોમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવાના હેતુથી આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande