વડોદરામાં ગેરકાયદેસર પિસ્તોલના કારોબારનો પર્દાફાશ, યુપીના શખ્સની ધરપકડ
વડોદરા, 19 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે SOGએ કાર્યવાહી કરી ઉત્તર પ્રદેશના શખ્સ શિવમ મિશ્રાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શિવમ મિશ્રાએ તરસાલી વિસ્તારમાં રહેતા ગિરીશ સોલંકીને પિસ્તોલ વેચી હતી. મળ
વડોદરામાં ગેરકાયદેસર પિસ્તોલના કારોબારનો પર્દાફાશ, યુપીના શખ્સની ધરપકડ


વડોદરા, 19 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી સામે SOGએ કાર્યવાહી કરી ઉત્તર પ્રદેશના શખ્સ શિવમ મિશ્રાની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શિવમ મિશ્રાએ તરસાલી વિસ્તારમાં રહેતા ગિરીશ સોલંકીને પિસ્તોલ વેચી હતી.

મળતી માહિતી મુજબ, શિવમ મિશ્રાએ આ પિસ્તોલ 90 હજાર રૂપિયામાં વેચી હતી. પ્રાથમિક તપાસમાં શિવમ મિશ્રાએ પિસ્તોલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ખરીદી હોવાનું પણ સામે આવ્યું છે.

સમગ્ર મામલે SOGએ ગેરકાયદેસર પિસ્તોલ કબજે કરી શિવમ મિશ્રા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિસ્તોલ વડોદરા સુધી કેવી રીતે પહોંચી અને હથિયારની હેરાફેરીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande