સિદ્ધપુર APMCમાં ઇસબગુલની હરાજી શરૂ, રોજ 1500થી 2000 બોરીની આવક
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ઇસબગુલની હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇસબગુલના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજ વેચાણ માટે APMC ખાતે લાવી રહ્યા છે. હાલ સિદ્ધપુર APMC
સિદ્ધપુર APMCમાં ઇસબગુલની હરાજી શરૂ, રોજ 1500થી 2000 બોરીની આવક


સિદ્ધપુર APMCમાં ઇસબગુલની હરાજી શરૂ, રોજ 1500થી 2000 બોરીની આવક


પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ઇસબગુલની હરાજી શરૂ થતાં ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઇસબગુલના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની ઉપજ વેચાણ માટે APMC ખાતે લાવી રહ્યા છે.

હાલ સિદ્ધપુર APMCમાં દરરોજ અંદાજે 1,500થી 2,000 બોરી ઇસબગુલની આવક નોંધાઈ રહી છે. હરાજી પ્રક્રિયામાં વેપારીઓની હાજરી વચ્ચે ખેડૂતોને તેમની જણસના યોગ્ય ભાવ મળી રહ્યા છે, જેના કારણે ઇસબગુલની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

ખેડૂતોને પોતાની ઉપજના યોગ્ય ભાવ મળી રહે તે માટે APMCના ચેરમેન વિષ્ણુ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હરાજીની વ્યવસ્થાથી ખેડૂતોને પોતાની જણસ વેચવા માટે યોગ્ય બજાર મળ્યું છે.

ઇસબગુલના પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે. રોજ મોટી સંખ્યામાં ખેડૂતો ઇસબગુલની બોરીઓ સાથે APMC ખાતે પહોંચતા સમગ્ર બજાર પરિસરમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે.

આવકમાં સતત વધારો થવાના પગલે આગામી દિવસોમાં પણ સિદ્ધપુર APMC ખાતે ઇસબગુલની આવક વધવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande