સિદ્ધપુર GIDCમાં LCB-ફૂડ વિભાગના સંયુક્ત દરોડા: રૂ.22.37 લાખનું 14,709 કિલો શંકાસ્પદ તેલ સીઝ
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર GIDCના પ્લોટ નં.23 ખાતે આવેલી ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં LCB પોલીસ અને ફૂડ વિભાગની ટીમે સંયુક્ત દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી તપાસમાં ઓઇલ ટેન્કમાં ભરેલું એડિબલ તેલ તથા 40 ડબ્બામાં
સિદ્ધપુર GIDCમાં LCB-ફૂડ વિભાગનો સંયુક્ત દરોડા: રૂ.22.37 લાખનું 14,709 કિલો શંકાસ્પદ તેલ સીઝ

પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુર GIDCના પ્લોટ નં.23 ખાતે આવેલી ગામી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં LCB પોલીસ અને ફૂડ વિભાગની ટીમે સંયુક્ત દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે કરાયેલી તપાસમાં ઓઇલ ટેન્કમાં ભરેલું એડિબલ તેલ તથા 40 ડબ્બામાં ભરેલો તેલનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસ દરમિયાન કુલ 14,709 કિલો શંકાસ્પદ તેલ, જેની અંદાજિત કિંમત રૂ.22,37,610 છે, તે સીઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફેક્ટરી પરિસરમાં વેસ્ટેજ તેલના 210 ડબ્બા ભરેલી એક ટ્રક પણ મળી આવતા તપાસનો દોર વધુ ગંભીર બન્યો છે.

પ્રાથમિક તપાસમાં સોયાબીન તેલમાં ભેળસેળ થતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ફૂડ વિભાગે શંકાસ્પદ તેલના નમૂના મેળવી લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ તેલમાં ભેળસેળ હતી કે નહીં અને તેની ગુણવત્તા અંગે સત્તાવાર સ્પષ્ટતા થશે.

સાથે જ, વેસ્ટેજ તેલના 210 ડબ્બા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કયા હેતુ માટે થવાનો હતો, તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે ફેક્ટરીના માલિક ભૌતિક રમેશભાઈ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરી રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વેસ્ટેજ તેલના 210 ડબ્બા ક્યાંથી આવ્યા? સોયાબીન તેલમાં ભેળસેળ કરવામાં આવતી હતી કે કેમ? અને સીઝ કરાયેલો તેલનો જથ્થો ખાદ્ય ઉપયોગ માટે યોગ્ય હતો કે નહીં—આ તમામ મુદ્દે હાલ તપાસ ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande