
જુનાગઢ 19 ઓગસ્ટ (હિ.સ.), જૂનાગઢ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈ.ટી.આઈ.)માં પ્રવેશ માટેની ચોથા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયાની અગાઉ નિયત કરવામાં આવેલી અંતિમ તારીખ તા. ૧૪/૦૮/૨૦૨૬ હતી, જે લંબાવીને હવે તા. ૨૧/૦૮/૨૦૨૬ સુધી કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, જૂનાગઢ (મહિલા), કેશોદ, માણાવદર, વંથલી, માળીયા હાટીના, માંગરોળ, ભેસાણ અને વિસાવદર ખાતે આવેલી સરકારી આઈ.ટી.આઈ.માં વિવિધ ટ્રેડમાં ખાલી રહેલી બેઠકો પર લાયક ઉમેદવારો તા. ૨૧/૦૮/૨૦૨૬ સુધી પ્રવેશ મેળવી શકશે.
સરકારી આઈ.ટી.આઈ. જૂનાગઢ ખાતે હાલ વિવિધ ટ્રેડમાં કુલ ૨૯૨ બેઠકો ખાલી છે. જેમાં ટ્રેડવાઈઝ આર્મેચર મોટર રિવાઇન્ડીંગની ૩૬, ઇન્ટિરિયર ડેકોરેશન એન્ડ ડિઝાઇનની ૨૪, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સની ૧૬, ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની ૨૯, ઈલેક્ટ્રોનિક્સ મિકેનિકની ૦૧, અટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટની ૦૨, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA)ની 30, ટુ વ્હીલર ઓટો રિપેરની ૦૫, ટર્નરની ૪૦, મશીનિસ્ટની ૪૦, મિકેનિક ડીઝલની ૪૦. મિકેનિક મોટર વ્હીકલની ૦૭ અને વેલ્ડરની ૨૨ બેઠકો ખાલી છે.
જે ઉમેદવારો આઈ. ટી. આઈ.માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેઓ ઉપલબ્ધ ખાલી બેઠકોની માહિતી મેળવી સંબંધિત આઈ.ટી. આઈ. ખાતે જરૂરી દસ્તાવેજો સાથે સમયસર સંપર્ક કરી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
જૂનાગઢ જિલ્લાના તમામ સરકારી આઈ.ટી.આઈ.માં ખાલી રહેલી બેઠકોનો મહત્તમ લાભ લઈ વધુમા વધુ ઉમેદવારો વ્યવસાયલક્ષી તાલીમ મેળવી રોજગાર તથા સ્વરોજગારની તકો પ્રાપ્ત કરે તે માટે આચાર્ય આઈ.ટી.આઈ. જૂનાગઢ દ્વારા ઉમેદવારોને આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ