ભુજમાં ભાજપાના પ્રશિક્ષણ વર્ગમાં સંગઠન મજબૂતીનો મંત્રઃ જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ
કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત રહી જ
ભાજપ પ્રશિક્ષણ વર્ગ યોજાયો


ભાજપ પ્રશિક્ષણ વર્ગ યોજાયો


ભાજપ પ્રશિક્ષણ વર્ગ યોજાયો


ભાજપ પ્રશિક્ષણ વર્ગ યોજાયો


ભાજપ પ્રશિક્ષણ વર્ગ યોજાયો


કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) : ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત કચ્છ જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ઉપસ્થિત રહી જિલ્લા સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે પક્ષના સંગઠનને વધુ મજબૂત, સશક્ત અને સતત સક્રિય બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ભાજપાના સંગઠનાત્મક માળખાને વધુ અસરકારક બનાવવાના વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ પક્ષની વિચારધારા અને સંગઠનના હેતુઓને લોકો સુધી વધુ વ્યાપક રીતે પહોંચાડવા માટે સતત જનસંપર્ક જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. સંગઠનના દરેક સ્તરે કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી વધે અને સ્થાનિક સ્તરે પક્ષની કામગીરી વધુ સુવ્યવસ્થિત બને તે દિશામાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંગઠનની શક્તિ તરીકે ગણાવીને પરસ્પર સંકલન, શિસ્ત અને જવાબદારી સાથે કામગીરી કરવા આહ્વાન કર્યું હતું. તેમણે બદલાતા સમય સાથે સંગઠનની કામગીરીમાં નવી પદ્ધતિઓ અને સક્રિય જનસંપર્કનો સમાવેશ કરવાની જરૂરિયાત પણ દર્શાવી હતી. કચ્છ જેવા વિશાળ જિલ્લામાં પક્ષના સંગઠનને વધુ ગતિશીલ બનાવવા માટે સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ વચ્ચે સતત સંવાદ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ત્રિકમભાઈ છાંગા, પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, ભાજપાના વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છ જિલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પ્રભારી ફલજીભાઈ ચૌધરી સહિત ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છમાં યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગને આગામી સમયમાં સંગઠનને વધુ સક્રિય અને સુદ્રઢ બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. નેતૃત્વ અને કાર્યકર્તાઓ વચ્ચેના સંવાદથી સંગઠનાત્મક કામગીરીને નવી દિશા અને ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande