હવે નવો એક્સપ્રેસ હાઇવે દારૂ ની ખેપ માટે,કાલોલ તાલુકાનાના પિંગળી ગામ પાસે દારૂ ભરેલી બે I-20 સાથે ત્રણ શખ્સ ઝડપાયા

ગોધરા, 19 ઓગસ્ટ (હિ.સ.)

કાલોલ તાલુકાનાના પિંગળી ગામ પાસે દારૂ ભરેલી બે I-20 સાથે ત્રણ શખ્સ ઝડપાયાકાલોલ પોલીસે પિંગળી ગામ નજીક દિલ્હી-મુંબઈ હાઈવે પર નાકાબંધી દરમિયાન ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે I-20 કારમાંથી કુલ રૂ.3.11 લાખથી વધુનો દારૂનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.પોલીસને બાતમી મળી હતી કે બે I-20 કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરાથી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના PI આર.ડી. ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફે પિંગળી ગામ પાસે હાઈવે પર નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન GJ-06-PM-6285 અને GJ-20-AH-1512 નંબરની બે I-20 કારને અટકાવી તપાસ કરવામાં આવતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે સોહિલભાઈ રફીકભાઈ શેખ, સાહિલભાઈ રફીકભાઈ શેખ , બંને વડોદરા તથા નૌશાદઅલી સાજીદભાઈ ગરારિયા , મૂળ ખંભાત અને હાલ વડોદરા રહેતા, એમ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.તપાસ દરમિયાન લંડન પ્રાઈડ પ્રીમિયમ વ્હીસ્કીના 480 ક્વાર્ટર, લંડન પ્રાઈડ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકાના 240 ક્વાર્ટર, રોયલ સ્ટેગ વ્હીસ્કીના 480 ક્વાર્ટર અને કિંગફિશર બીયરના 312 ટીન મળી કુલ 1,512 નંગ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.3,11,280 હોવાનું પોલીસે જણાવ્યું છે.આ ઉપરાંત પોલીસે બે I-20 કાર કિંમત રૂ.10 લાખ અને બે મોબાઈલ ફોન કિંમત રૂ.10 હજાર સહિત કુલ રૂ.13,21,280નો મુદ્દામાલ કબજે કર્યો છે. કાલોલ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ

 rajesh pande