
- ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે,એસ્ટેટમાં ઓફિસો અને દુકાનો ખાલી કરાવાઈ.
અમદાવાદ, 19 ઑગસ્ટ (હિ.સ.) : ઈન્ડિયા એસ્ટેટ ટાયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે.
સરખેજ- સાણંદ ચોકડી પાસે રીલીફ હોટલની ગલીમાં ઇન્ડિયા એસ્ટેટ ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે.
ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 8 ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. આગ ખૂબ જ વિકરાળ હોવાના પગલે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગને બૂઝાવવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. આગના ધુમાડા પણ દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે.
ઇન્ડિયા એસ્ટેટમાં આવેલી ગલીમાં ટાયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ દ્વારા હાલમાં પાણીમાં મારો ચલાવી આગને મુઝાવવામાં આવી રહી છે જોકે ખૂબ જ ધુમાડો થઈ રહ્યો છે અને ટાયરનું ગોડાઉન હોવાના કારણે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. એસ્ટેટમાં આવેલી અન્ય ઓફિસો અને દુકાનોને પણ ખાલી કરાવી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ