સીટીપાર્ક શોપિંગ સેન્ટરમાં જુગાર રમતા 10 ઝડપાયા, ₹1.45 લાખની રોકડ કબજે
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) કડી શહેરના સીટીપાર્ક શોપિંગ સેન્ટર-2 ખાતે ખુલ્લી જગ્યામાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 10 શખ્સોને કડી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ₹1,45,200ની રોકડ રકમ સહિત જુગારનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠ
સીટીપાર્ક શોપિંગ સેન્ટરમાં જુગાર રમતા 10 ઝડપાયા, ₹1.45 લાખની રોકડ કબજે


મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) કડી શહેરના સીટીપાર્ક શોપિંગ સેન્ટર-2 ખાતે ખુલ્લી જગ્યામાં ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમતા 10 શખ્સોને કડી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ₹1,45,200ની રોકડ રકમ સહિત જુગારનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો. હાર્દિક પ્રજાપતિની સૂચના હેઠળ જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ દરમિયાન કડી પોલીસ ઈન્સ્પેક્ટર એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ PSI આર.આર. પરમાર અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે સીટીપાર્ક સોસાયટી પાસે આવેલા સીટીપાર્ક શોપિંગ સેન્ટર-2ની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમે છે. બાતમીના આધારે પોલીસે પંચો સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન 10 શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે અંગઝડતીમાંથી ₹1,32,000 અને દાવ પરથી ₹13,200 મળી કુલ ₹1,45,200ની રોકડ કબજે કરી હતી. ઉપરાંત ગંજીપાનાના 52 પત્તા અને કેટના 4 નંગ પણ કબજે કરાયા હતા.

પકડાયેલા આરોપીઓમાં વિનોદ ઉર્ફે વિનુજી બળવંતજી રામસિંહ ઠાકોર, દિલાવરખાન અકબરખાન મોસમખાન પઠાણ, અનીલકુમાર બાબુભાઈ જીવાભાઈ પટેલ, પ્રકાશભાઈ નટવરલાલ પ્રહલાદભાઈ પટેલ અને ફકીરમહંમદ બાબુભાઈ હુસેનભાઈ કલાલ સહિત 10 શખ્સોનો સમાવેશ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande