મહેસાણા APMCમાં રજકા બીના મહત્તમ ભાવમાં રૂ.83નો વધારો, એરંડાની 1,417 બોરીની આવક
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC)માં બુધવારે વિવિધ કૃષિ પેદાશોની આવક નોંધાઈ હતી. રજકા બીના મહત્તમ ભાવમાં ₹83નો વધારો થતાં ખેડૂતોને રાહત મળી છે. રજકા બીનો ભાવ ₹6,900થી ₹9,898 પ્રતિ 20 કિલો રહ્યો હતો અને 38 બોરીની આવક થઈ
મહેસાણા APMCમાં રજકા બીના મહત્તમ ભાવમાં ₹83નો વધારો, એરંડાની 1,417 બોરીની આવક


મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC)માં બુધવારે વિવિધ કૃષિ પેદાશોની આવક નોંધાઈ હતી. રજકા બીના મહત્તમ ભાવમાં ₹83નો વધારો થતાં ખેડૂતોને રાહત મળી છે. રજકા બીનો ભાવ ₹6,900થી ₹9,898 પ્રતિ 20 કિલો રહ્યો હતો અને 38 બોરીની આવક થઈ હતી. ગયા અઠવાડિયે ભાવ ₹7,450થી ₹9,815 અને આવક 29 બોરી હતી.

એરંડાની સૌથી વધુ 1,417 બોરીની આવક નોંધાઈ હતી. ભાવ ₹1,393થી ₹1,430 રહ્યા હતા. ગયા અઠવાડિયે 1,228 બોરીની આવક સામે ભાવ ₹1,387થી ₹1,425 રહ્યા હતા. આમ, એરંડામાં મહત્તમ ભાવમાં ₹5 અને આવકમાં 189 બોરીનો વધારો થયો છે.

ઘઉંની 57 બોરીની આવક સાથે ભાવ ₹490થી ₹551 રહ્યા હતા. ગયા અઠવાડિયે 68 બોરી સામે ભાવ ₹470થી ₹551 હતા. બાજરીના ભાવ ₹441થી ₹471 રહ્યા, જ્યારે ગયા અઠવાડિયે ₹460થી ₹475 હતા.

ગવારના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. આજે ₹1,070થી ₹1,133 ભાવ રહ્યા, જ્યારે ગયા અઠવાડિયે ₹987થી ₹1,021 હતા. મહત્તમ ભાવમાં ₹112નો વધારો થયો છે. બીજી તરફ અજમાના ભાવ ₹700થી ₹2,475 રહ્યા, જે ગયા અઠવાડિયે ₹2,471થી ₹2,955 હતા.

આમ, મહેસાણા APMCમાં રજકા બી અને ગવારમાં તેજી, જ્યારે બાજરી અને અજમામાં નરમાઈ જોવા મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande