મહેસાણા પોલીસની કામગીરી: દોઢ માસમાં રૂ.12.52 લાખનો ગુમ-ફ્રોડ થયેલો મુદ્દામાલ પરત કર્યો
મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા શહેર B-ડિવિઝન પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા દોઢ માસ દરમિયાન નાગરિકોને ગુમ થયેલો અને સાયબર ફ્રોડમાં ગયેલો કુલ ₹12,52,281નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. જેમાં 23 મોબાઇલ ફોન, સાયબર ફ્રો
મહેસાણા B-ડિવિઝન પોલીસની કામગીરી: દોઢ માસમાં ₹12.52 લાખનો ગુમ-ફ્રોડ થયેલો મુદ્દામાલ પરત કર્યો


મહેસાણા, 19 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા શહેર B-ડિવિઝન પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા દોઢ માસ દરમિયાન નાગરિકોને ગુમ થયેલો અને સાયબર ફ્રોડમાં ગયેલો કુલ ₹12,52,281નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે. જેમાં 23 મોબાઇલ ફોન, સાયબર ફ્રોડની રિફંડ રકમ, સોનાની ચેન અને સાયકલનો સમાવેશ થાય છે.

પોલીસની સર્વેલન્સ ટીમ અને IT એક્સપર્ટની મદદથી CEIR પોર્ટલ પર નોંધાયેલા ગુમ થયેલા મોબાઇલ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના આધારે 23 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત ₹5,44,281 છે. આ મોબાઇલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત NCCRP પોર્ટલ પર મળેલી સાયબર ફ્રોડની અરજીઓના આધારે તપાસ કરીને અરજદારોના બેંક ખાતામાં કુલ ₹4,38,000ની રિફંડ રકમ જમા કરાવવામાં આવી હતી. તેમાં એક અરજદારને ₹3,98,000 તથા અન્ય બે અરજદારોને ₹20,000-₹20,000 પરત મળ્યા છે.

પોલીસે ગુમ થયેલી બે તોલાની સોનાની ચેન, જેની કિંમત ₹2.50 લાખ, તેમજ ₹10,000ની સાયકલ અને અન્ય ₹10,000નો મુદ્દામાલ પણ શોધી મૂળ માલિકોને પરત કર્યો છે. આમ કુલ ₹12,52,281નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.

આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.આર. પટેલ તથા B-ડિવિઝન પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande