ભાજપ નેતા મુકેશ ગુજરાતીનો ફરી વિવાદ: હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ સામે ફેસબુક પોસ્ટથી વિવાદ
સુરત, 19 ઓગસ્ટ (હિ.સ.) ભાજપના પ્રદેશ નેતા મુકેશ ગુજરાતીએ ફરી એકવાર ફેસબુક પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે વિવાદિત ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે. મુકેશ ગુજરાતીએ અગાઉ સુરત એસઓજીના ડીસીપી નકુમ સામે હ
મુકેશ ગુજરાતીનો ફેસબુક પોસ્ટથી વિવાદ


સુરત, 19 ઓગસ્ટ (હિ.સ.) ભાજપના પ્રદેશ નેતા મુકેશ ગુજરાતીએ ફરી એકવાર ફેસબુક પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે વિવાદિત ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે.

મુકેશ ગુજરાતીએ અગાઉ સુરત એસઓજીના ડીસીપી નકુમ સામે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી નારાજ થઈ જાહેરમાં વિવાદિત ટિપ્પણી કરી હતી. તેના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ વકીલ એસોસિએશને તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીની ટિપ્પણી વખોડી કાઢી હતી. તેમજ તેમને હોદ્દા પરથી દૂર કરવા ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો.

આ મામલો હજુ શાંત થયો નથી ત્યાં મુકેશ ગુજરાતીએ ફેસબુક પર વધુ એક પોસ્ટ કરીને હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે આક્ષેપ કર્યા હતા. પોસ્ટમાં યતીન ઓઝાની સરખામણી કૂતરા સાથે કરવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે.

મુકેશ ગુજરાતીની પોસ્ટ સામે યતીન ઓઝાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી અને મુકેશ ગુજરાતીને જવાબ આપી મામલો મોટો કરવા માંગતા નથી. તેમણે કહ્યું હતું કે મુકેશ ગુજરાતીને તેમની સામે જે પગલાં લેવા હોય તે કોર્ટમાં જ લેવા જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande