ભાવનગરમાં 20 ઓગસ્ટે ભરતી મેળો યોજાશે
ભાવનગર, 19 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગરમાં રોજગારની તકો શોધી રહેલા ઉમેદવારો માટે 20 ઓગસ્ટ, 2026ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા સવારે 10:30 કલાકે જિલ્લા રો
ભરતી મેળો ફાઇલ ફોટો


ભાવનગર, 19 ઓગસ્ટ (હિ.સ.)ભાવનગરમાં રોજગારની તકો શોધી રહેલા ઉમેદવારો માટે 20 ઓગસ્ટ, 2026ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા સવારે 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બહુમાળી ભવન ખાતે ભરતી મેળો યોજાશે.

આ ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રની ત્રણ એકમોમાં સુપરવાઈઝર, એન્જિનિયર, ડિઝાઈન એન્જિનિયર, સિનિયર એક્ઝિક્યુટિવ-ફાઈનાન્સ, કેમિસ્ટ, કેમિકલ એન્જિનિયર, રિએક્ટર ઓપરેટર તથા એપ્રેન્ટિસ સહિતની વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ભરતી મેળામાં બી.ઈ. મિકેનિકલ, બી.ઈ. કેમિકલ, એમ.કોમ., એમ.એસ.સી. કેમિસ્ટ્રી, એમ.એસ.ડબલ્યુ., ઈન્ટર સી.એ., બી.કોમ., બી.એસ.સી. કેમિસ્ટ્રી ઉપરાંત ડિપ્લોમા અને આઈ.ટી.આઈ. જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. વિવિધ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે આ ભરતી મેળો રોજગાર મેળવવાની મહત્વપૂર્ણ તક બની રહેશે.

રસ ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-4/6, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે રિઝ્યુમની ચાર નકલો લાવવાની રહેશે.

ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ સ્વખર્ચે હાજરી આપવાની રહેશે. ભરતી મેળા અંગે વધુ માહિતી માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે. રોજગારની શોધમાં રહેલા લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી મેળો સારી તક સાબિત થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande