નરોડા જીઆઇડીસીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂનું કટીંગ ઝડપ્યા બાદ પીઆઇની સિંગલ ઓર્ડરમાં બદલી
અમદાવાદ, 19 ઑગસ્ટ (હિ.સ.) : નરોડા જીઆઇડીસીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂનું કટીંગ ઝડપ્યા બાદ પીઆઇની સિંગલ ઓર્ડરમાં બદલી કરવામાં આવી.અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ સી.વી.નાયકનો ડિટેન્શન સેન્ટર ખાતે બદલીનો ઓર્ડર
State Vigilance team in Naroda GIDC transfers PI to single order after liquor cutting caught


અમદાવાદ, 19 ઑગસ્ટ (હિ.સ.) : નરોડા જીઆઇડીસીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દારૂનું કટીંગ ઝડપ્યા બાદ પીઆઇની સિંગલ ઓર્ડરમાં બદલી કરવામાં આવી.અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ સી.વી.નાયકનો ડિટેન્શન સેન્ટર ખાતે બદલીનો ઓર્ડર કરી દીધો છે.

નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ડિટેન્શન સેન્ટરમાં ફરજ બજાવતા બી.એમ.કાતરીયાને મૂકવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સિંગલ ઓર્ડરમાં પીઆઇની બદલી કરી છે જેમાં વહીવટી કારણોસર બદલી દર્શાવવામાં આવી છે.

જોકે પોલીસ સૂત્રોના મુજબ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં વિદેશી દારૂનું કટીંગ ઝડપી પાડવામાં આવ્યું હતું. સ્થાનિક નરોડા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી જેથી પોલીસ કમિશનરે બીજા જ દિવસે બદલી કરી હોવાની ચર્ચા છે.

છેલ્લા 15 દિવસથી રાજ્યના પોલીસવડા જી.એસ મલિકની સીધી દેખરેખ હેઠળની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં દારૂ, જુગાર અને સ્પામાં રેડ કરવામાં આવી રહી છે. જી.એસ મલિક અગાઉ અમદાવાદ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે ત્યારે અમદાવાદમાં ચાલતા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને લઈને તેઓ ખૂબ જ માહિતગાર હોવાથી હવે પોલીસવડા બન્યા બાદ અમદાવાદમાં દરોડા પાડવા સ્ટેટ મોનેટરીંગ સેલને ખૂબ જ સક્રિય કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande