સોમનાથ મહાદેવનો કેસરિયા પુષ્પોથી શૃંગાર
સોમનાથ,19 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ સુદ છઠ્ઠના રોજ સોમનાથ મહાદેવનો કેસરિયા પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો હતો સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ છઠ્ઠના રોજ કેસરિયા પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા. પૂજારીઓ દ્વારા 155 કિલો જેટલા સુંદર કેસરિયા પુષ્પોથી મહાદે
સોમનાથ મહાદેવનો કેસરિયા પુષ્પોથી શૃંગાર


સોમનાથ,19 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ સુદ છઠ્ઠના રોજ સોમનાથ મહાદેવનો કેસરિયા પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો હતો

સોમનાથ મહાદેવને શ્રાવણ સુદ છઠ્ઠના રોજ કેસરિયા પુષ્પોથી શણગારવામાં આવ્યા હતા.

પૂજારીઓ દ્વારા 155 કિલો જેટલા સુંદર કેસરિયા પુષ્પોથી મહાદેવને અલંકૃત કરવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવનો કેસરિયા પુષ્પોથી શૃંગાર કરવો એ ધાર્મિક રીતે પરમ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. કેસરિયા પુષ્પો ભગવાન શિવને અતિ પ્રિય છે અને મહાદેવને આ ફૂલો અર્પણ કરવાથી ભક્તોને ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પુષ્પોનો કેસરિયો રંગ ભગવાન શિવના તપને દર્શાવે છે. સોમનાથ મહાદેવનો આવો કેસરિયા પુષ્પોનો શણગાર વિશેષ પ્રસંગોએ કરવામાં આવે છે.

કેસરિયો રંગ આધ્યાત્મિક દૃષ્ટિએ શુદ્ધિ અને નિર્મળતાનું પ્રતીક છે. ત્યારે સોમનાથ મહાદેવના આ દિવ્ય કેસરિયા શૃંગારના દર્શન કરીને ભક્તો ધન્ય થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande