નેશનલ હાઈવેના ચાણસ્મા-મહેસાણા અને બેચરાજી માર્ગ પર બ્રિજની કામગીરી પૂર જોશમાં
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) - નેશનલ હાઈવેના ચાણસ્મા-મહેસાણા અને બેચરાજી માર્ગ પર નિર્માણાધીન બ્રિજ પર સ્ટીલ કમ્પોઝિટ ગર્ડર મૂકવાની કામગીરી શરૂ થઈ છે. 27 ટન વજન અને 36 મીટર લાંબા ગર્ડરને ક્રેનની મદદથી ઊંચાઈ પર ગોઠવવામાં આવી રહ્યા છે. આશરે 6 ગર્ડર બાદ વચ્
નેશનલ હાઈવેના ચાણસ્મા-મહેસાણા અને બેચરાજી માર્ગ પર નિર્માણાધીન બ્રિજ પર સ્ટીલ કમ્પોઝિટ ગર્ડર મૂકવાની કામગીરી શરૂ


પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) - નેશનલ હાઈવેના ચાણસ્મા-મહેસાણા અને બેચરાજી માર્ગ પર નિર્માણાધીન બ્રિજ પર સ્ટીલ કમ્પોઝિટ ગર્ડર મૂકવાની કામગીરી શરૂ થઈ છે. 27 ટન વજન અને 36 મીટર લાંબા ગર્ડરને ક્રેનની મદદથી ઊંચાઈ પર ગોઠવવામાં આવી રહ્યા છે. આશરે 6 ગર્ડર બાદ વચ્ચે નાની ગર્ડરો મૂકવામાં આવશે.

બ્રિજની કામગીરીને પગલે કલેક્ટરે એક સપ્તાહ માટે વાહનોને વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. ગંગેટ તરફના ડાયવર્ઝન દરમિયાન ભારે વાહનોને વળાંક લેવામાં મુશ્કેલી પડતાં ગામના ચોકમાંથી પસાર થવું પડે છે. બેચરાજી તરફ બ્રાહ્મણવાડાથી છમીછા વચ્ચેનો સાંકડો માર્ગ હોવાથી પણ ટ્રાફિક સર્જાઈ રહ્યો છે.

ચાણસ્માના સાંકડા રસ્તાઓ પરથી ભારે વાહનો પસાર થતાં ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક વાહનો બપોરે 2 વાગ્યા બાદ જાહેરનામાનો સમય પૂર્ણ થતાં મુખ્ય હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે. ડાયવર્ઝનના અમલ બાદ રસ્તાની અસમંજસતા અને ટ્રાફિક સમસ્યાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande