રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, રૂ.4.60 લાખનો દારૂ ઝડપાયો
વડોદરા, 19 ઓગસ્ટ (હિ.સ.) - પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતા ચકચાર મચી ગઈ છે. નંદેસરી પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ક્રેટા કારમાં લઈ જવાતો રૂ.4.60 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ
કોન્સ્ટેબલ જ બુટલેગર


વડોદરા, 19 ઓગસ્ટ (હિ.સ.) - પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલની દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવતા ચકચાર મચી ગઈ છે. નંદેસરી પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ક્રેટા કારમાં લઈ જવાતો રૂ.4.60 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, નંદેસરી પોલીસ દ્વારા VVIP બંદોબસ્ત દરમિયાન ફાજલપુર ટોલનાકા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન શંકાસ્પદ ક્રેટા કારને રોકી તપાસ કરતા કારમાંથી દારૂની કુલ 2,112 ક્વાર્ટર બોટલો મળી આવી હતી.

પોલીસ તપાસમાં દારૂની હેરાફેરીમાં ડેરોલ રેલવે સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમાની સંડોવણી સામે આવી હતી. પોલીસે સંજય ચુડાસમાની ધરપકડ કરી છે. તેની સાથે બુટલેગર ભાગીદાર મિત્ર વિક્રમ ઢાપાને પણ ઝડપી લેવામાં આવ્યો છે.

નંદેસરી પોલીસે દારૂનો જથ્થો અને ક્રેટા કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande