
અમદાવાદ, 19 ઑગસ્ટ (હિ.સ.) : રાજ્યના 18 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વરસાદપડ્યો છે,
જેમાં સૌથી વધુ તાપીના નિઝરમાં 11 mm (0.43 ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે ડાંગના વઘઈમાં 10 mm અને નવસારીના ગણદેવીમાં 8 mm વરસાદ નોંધાયો છે.
આજે રાજ્યના કોઈ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ આગામી સાત દિવસ વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 18 અને 19 ઑગસ્ટે માછીમારો પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. એટલે કે 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આજે 19 ઑગસ્ટથી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
23 અને 24 ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થઈ શકે છે. 24થી 25 ઓગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. જ્યારે 25થી 27 ઓગસ્ટ દરમિયાન પણ હવામાનમાં મોટા ફેરફારની શક્યતા નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ