


પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.) : નશાબંધી અને આબકારી કચેરી, પોરબંદર દ્વારા હરિમંદિર પાસે આવેલી સુદામા આદર્શનિવાસી શાળા ખાતે નશાબંધી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નશાબંધી વિષયક નાટક, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. શાળાના આચાર્ય જે. બાર ટુકડીયાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
નશાબંધી ખાતાના પી.આર. ગડિલે વિદ્યાર્થીઓને વ્યસનના નુકસાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નશામુક્તિ માટે જનજાગૃતિની જરૂર છે. વિદ્યાર્થીઓને સમજાવાયું હતું કે વ્યસન પાછળ ખર્ચાતી રકમ બચાવી પરિવારના વિકાસ અનેશિક્ષણ પાછળ ઉપયોગ કરવામાં આવે તો તેનો મોટો લાભ થઈ શકે છે. આ સાથે વિદ્યાર્થીઓને પોતે વ્યસનથી દૂર રહેવા તેમજ પરિવાર, પાડોશી અનેમિત્રોમાંથી પાંચ વ્યક્તિને વ્યસન છોડાવવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચાવડાએ નશાબંધી ખાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને નશાબંધી અને વ્યસનમુક્તિ અંગેના સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતાના પી.આર. ગડિલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચાવડા, શાળાના આચાર્ય જે. બાર ટુકડીયા તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજયભાઈ ઓડેદરા અને ભરતભાઈ ભોગસરાએ કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya