સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ યોજના એટલે ‘શોધ’: VNSGUના 364 સંશોધકોને મળી રૂ. 4 લાખ સુધીની સહાય
સુરત, 24 ઓગસ્ટ (હિ.સ.) : ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધન ક્ષમતાને વિકસાવવા અને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારનો ઉમદા અને ઐતિહાસિક પ્રકલ્પ એટલે ‘શોધ’ (SHODH - Scheme Of Developing High quality research). ગુજરાત દેશનું એવું પ્રથમ
સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ યોજના એટલે ‘શોધ’: VNSGUના 364 સંશોધકોને મળી રૂ. 4 લાખ સુધીની સહાય


સુરત, 24 ઓગસ્ટ (હિ.સ.) : ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધન ક્ષમતાને વિકસાવવા અને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારનો ઉમદા અને ઐતિહાસિક પ્રકલ્પ એટલે ‘શોધ’ (SHODH - Scheme Of Developing High quality research). ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે જ્યાં સંશોધન ક્ષેત્રે આ પ્રકારની વિશેષ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે. શિક્ષણ વિભાગ હસ્તગત નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા સંચાલિત આ પારદર્શક યોજના અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત ખાતે પીએચ.ડી. કરતા તેજસ્વી સંશોધકોને દર મહિને રૂ. 15,000નું સ્ટાઈપેન્ડ અને વાર્ષિક રૂ. 20,000નું આકસ્મિક ખર્ચ મળી બે વર્ષમાં કુલ રૂ. 4 લાખનથિક સહાય ચૂકવવામાં આવે છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજનાના પ્રારંભથી લઈને અત્યાર સુધીમાં કુલ 464 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી KCG દ્વારા યોગ્ય ચકાસણી કરીને કુલ 364 વિદ્યાર્થીઓને મંજૂરી આપવામાં આવી છે. વર્ષવાઈઝ વિગતો જોઈએ તો વર્ષ 2019 માં 19 અરજદારોમાંથી 13, વર્ષ 2020 માં 33 માંથી 20, વર્ષ 2021-22 માં 156 માંથી 105, વર્ષ 2022-23 માં 114 માંથી 93, વર્ષ 2023-24 માં 89 માંથી 82, વર્ષ 2024-25 માં 17 માંથી 10 અને વર્ષ 2025-26 માં 46 અરજદારોમાંથી 41 સંશોધકોની 'શોધ' સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવી છે. વિજ્ઞાન, વિનયન અને વાણિજ્ય સહિતની તમામ વિદ્યાશાખાઓમાં ગુણવત્તાયુક્ત અને સમાજોપયોગી સંશોધનને વેગ આપવા માટે આ યોજના દક્ષિણ ગુજરાતના યુવા સંશોધકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande