ગાય ચરાવવા બાબતે બોલાચાલીનો ખાર રાખી પશુપાલક પર હુમલો
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર પાસે શમશાનના ગેટ સામે ગાય ચરાવવા બાબતે થયેલી બોલાચાલીનો ખારરાખી એક પશુપાલક પર પાંચ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ફરિયાદ
ગાય ચરાવવા બાબતે બોલાચાલીનો ખાર રાખી પશુપાલક પર હુમલો


પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના

ઇન્દ્રેશ્વર મંદિર પાસે શમશાનના

ગેટ સામે ગાય ચરાવવા બાબતે

થયેલી બોલાચાલીનો ખારરાખી

એક પશુપાલક પર પાંચ શખ્સોએ

હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

છે. આ બનાવમાં ફરિયાદીને માથામાં

ઇજા સહિત શરીરના અન્ય ભાગોમાં

માર મારવામાં આવ્યો હોવાનો

આક્ષેપ કરવામાં આવ્યો છે.

ફરિયાદી દેવાભાઈ મેપાભાઈ મોરી (ઉં.વ. 48),

રહે. રબારીકેડા, પોરબંદરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અગાઉ ગાય ચરાવવા બાબતે આરોપી હિતેષ અરજનભાઈ ગરચર અને જગદીશ કરશન ગરચર સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હિતેષ ગરચરે ફરિયાદીના ડાબા પગે ઢીંચણની નીચેના ભાગે બે લાકડીના ફટકા માર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવનો ખાર રાખી બાદમાં ઇન્દ્રેશ્વર મંદિર પાસે શમશાનના ગેટ સામે આરોપીઓએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન આરોપી મનીષ અરજન ગરચરે લીંબુ નીચવવાના સાધન વડે ફરિયાદીના માથામાં હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે રામભાઈ કરશનભાઈ ગરચર અને કિશન સાજણ કોડીયાતરે ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલાના બનાવને પગલે ફરિયાદી દ્વારા પોલીસનો સંપર્ક કરી પાંચેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે હિતેષ અરજનભાઈ ગરચર, જગદીશ કરશન ગરચર, મનીષ અરજન ગરચર, રામભાઈ કરશનભાઈ ગરચર અને કિશન સાજણ કોડીયાતર, તમામ રહે. જડ્ડીબાગ, પોરબંદર સામે ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જિલ્લા મેજિસ્ટ્રેટ, પોરબંદરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande