
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) રાજ્ય
સરકારના એ વન ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્ય
સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ સામુહિક આરોગ્ય
કેન્દ્ર ખાતે શરૂ કરવામાં આવેલી ડાયાલિસિસ સેવા દ્વારા 1,000 ડાયાલિસિસકરવામાં આવ્યા છે.
માધવપુર
ઘેડ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના કિડનીના દર્દીઓને અગાઉ ડાયાલિસિસ કરાવવા માટે
દૂરના શહેરો કે અન્ય આરોગ્ય કેન્દ્રો સુધી જવું પડતું હતું. જેના કારણે દર્દીઓ તથા
તેમના પરિવારજનોને સમય, મુસાફરી અને ખર્ચ સહિતની મુશ્કેલીઓનો
સામનો કરવો પડતો હતો.માધવપુર
ઘેડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જ ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ થતાં ઘેડ વિસ્તારના
દર્દીઓને પોતાના ઘર નજીક જ નિયમિત ડાયાલિસિસ સેવા મળી રહે છે. આ સુવિધાથી દર્દીઓ
અને તેમના પરિવારજનોની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રાજ્ય
સરકારના એ વન ડાયાલિસિસ પ્રોગ્રામના માધ્યમથી અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં
રહેતા દર્દીઓને તેમના વિસ્તાર નજીક જ જરૂરી ડાયાલિસિસની સુવિધાઓ મળી રહે તે
દિશામાં મહત્વપૂર્ણ કામગીરી થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya