પાટણ HTAT સંઘ દ્વારા વહીવટી પ્રશ્નો અને પડતર માંગણીઓના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર.
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લા મુખ્ય શિક્ષક (HTAT) સંઘ દ્વારા વહીવટી પ્રશ્નો અને પડતર માંગણીઓના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સંઘે જણાવ્યું હતું કે વર્ષ 2012થી મુખ્ય શિક્ષકોની ભરતી શરૂ થયા બાદ શાળાઓના શૈક્ષણિ
પાટણ HTAT સંઘ દ્વારા વહીવટી પ્રશ્નો અને પડતર માંગણીઓના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું.


પાટણ HTAT સંઘ દ્વારા વહીવટી પ્રશ્નો અને પડતર માંગણીઓના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું.


પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લા મુખ્ય શિક્ષક (HTAT) સંઘ દ્વારા વહીવટી પ્રશ્નો અને પડતર માંગણીઓના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સંઘે જણાવ્યું હતું કે વર્ષ 2012થી મુખ્ય શિક્ષકોની ભરતી શરૂ થયા બાદ શાળાઓના શૈક્ષણિક સ્તરમાં સુધારો થયો છે, છતાં શિક્ષણ વિભાગ દ્વારા HTAT કેડર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે.

સંઘે કુલ સાત મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. તેમાં મુખ્ય શિક્ષકોની તમામ પ્રકારની બદલીઓ વાર્ષિક ધોરણે નિયમિત કરવા, બઢતીથી નિમણૂક મેળવનાર HTAT આચાર્યોને એક ઇજાફો આપવા અને અનુદાનિત સંસ્થાના કર્મચારીઓની અગાઉની સેવાને હાલની સેવા સાથે જોડી સળંગ ગણવાની માંગનો સમાવેશ થાય છે. 300થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓમાં પરિપત્ર મુજબ શાળા સહાયક (ક્લાર્ક)ની કેન્દ્રીયકૃત ફાળવણી કરવાની પણ રજૂઆત કરાઈ છે.આ ઉપરાંત વર્ષ 2012થી 2019 દરમિયાન HTAT કેડર વેકેશનલ પોસ્ટ બન્યા પહેલાંની વેકેશન રજાઓને પ્રાપ્ત રજા તરીકે જમા આપવા માંગ કરાઈ છે. શાળાના નાણાકીય વ્યવહારો માટે વારંવાર બેંક બદલવાની પ્રક્રિયા બંધ કરવા તથા સ્પર્શ જેવા સોફ્ટવેરથી રોજિંદી નાણાકીય કામગીરીમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા પણ શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande