પાટણના ગદોસણ ગામે દેવીપૂજક પટણી સમાજ દ્વારા દેવી-દેવતાઓના ફોટોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ તાલુકાના ગદોસણ ગામે દેવીપૂજક પટણી સમાજ દ્વારા દેવી-દેવતાઓના ફોટોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં સમાજના લોકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
પાટણ તાલુકાના ગદોસણ ગામે દેવીપૂજક પટણી સમાજ દ્વારા દેવી-દેવતાઓના ફોટોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ તાલુકાના ગદોસણ ગામે દેવીપૂજક પટણી સમાજ દ્વારા દેવી-દેવતાઓના ફોટોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં સમાજના લોકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દેવીપૂજક સમાજ દ્વારા ધજાઓ સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રા ગામના અગ્રણી અને ગ્રામ પંચાયતના સદસ્ય ભરતભાઈના નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી અને ગામમાં ફરી હતી.

આ મહોત્સવ દરમિયાન રાત્રે રેગડીના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું, જેમાં સમાજના લોકો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન અને સંચાલન સ્વ. બચુભાઈના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણમાં હર્ષભેર પૂર્ણ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande