
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)
પાટણ જિલ્લા SOG ટીમે સમી વિસ્તારમાં માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. મેડિકલ ઓફિસરને સાથે રાખી હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી પાસેથી ઇન્જેક્શન, દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 8,460.28નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલ આરોપીની ઓળખ જુબેરખાન મોરાદખાન ખોખર (ઉંમર 26, રહે. મુજપુર, તા. શંખેશ્વર, જી. પાટણ) તરીકે થઈ છે. સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના હેઠળ SOG દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોપી સામે સમી પોલીસ સ્ટેશનમાં BNS-2023 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SOG ટીમે બોગસ તબીબી પ્રેક્ટિસ સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ