

પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)સિદ્ધપુરની એલ.એસ. હાઈસ્કૂલ ખાતે સંસ્કૃત ભાષાના મહત્વ અને પ્રચાર-પ્રસારના હેતુસર સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ નગરમાં સંસ્કૃત ભાષાના મહત્વ અંગે લોકજાગૃતિ ફેલાવી હતી અને તેના પ્રચાર-પ્રસારનો સંદેશ આપ્યો હતો. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓમાં પણ સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવ અને રસ જોવા મળ્યો હતો.
સંસ્કૃત ગૌરવ યાત્રાને નગરપાલિકા પ્રમુખ રણજીતસિંહ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી, કેળવણી સહાયક મંડળના મંત્રી મનીષભાઈ આચાર્ય, એસ.વી.એસ. કન્વીનર મુકેશભાઈ ચૌધરી, ઇન્ચાર્જ શાસન અધિકારી સંજયભાઈ પટેલ, એડીઆઇ આનંદભાઈ ચૌધરી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ