22 વર્ષની નવવિવાહિત યુવતીના જમણા અંડાશયમાંથી 1.8 કિલો ટ્યુમર સફળતાપૂર્વક દૂર
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)પાટણની શંકુસ કેન્સર હોસ્પિટલમાં 22 વર્ષની નવવિવાહિત યુવતીના જમણા અંડાશયમાંથી 1.8 કિલોગ્રામ વજનનું વિશાળ ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું છે. યુવતીને સંતાન ન હોવાથી ભવિષ્યમાં માતૃત્વની શક્યતા જળવાઈ રહે તે માટે ગર્ભાશય અને
22 વર્ષની યુવતીનું 1.8 કિલો ઓવેરિયન ટ્યુમર સફળતાપૂર્વક દૂર


પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)પાટણની શંકુસ કેન્સર હોસ્પિટલમાં 22 વર્ષની નવવિવાહિત યુવતીના જમણા અંડાશયમાંથી 1.8 કિલોગ્રામ વજનનું વિશાળ ટ્યુમર સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું છે. યુવતીને સંતાન ન હોવાથી ભવિષ્યમાં માતૃત્વની શક્યતા જળવાઈ રહે તે માટે ગર્ભાશય અને ડાબું સ્વસ્થ અંડાશય સુરક્ષિત રાખવામાં આવ્યું છે.

છેલ્લા 15 દિવસથી પેટમાં અચાનક તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ યુવતીની અલ્ટ્રાસાઉન્ડ અને MRI તપાસ કરવામાં આવી હતી. જેમાં જમણા અંડાશયમાં મોટી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. રક્ત તપાસમાં કેટલાક ટ્યુમર માર્કર્સ વધેલા જોવા મળ્યા હતા.

ડૉ. કેયુર પનસારા દ્વારા પ્રાથમિક તપાસ બાદ મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડમાં ચર્ચા કરીને સર્જરીનો નિર્ણય લેવાયો હતો. સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. સુદીપ હલદારે લૅપરોટોમી દ્વારા રાઇટ સેલ્ડિંગો-ઓઓફોરેક્ટોમિ સર્જરી કરી ગાંઠને ફાટ્યા વિના સંપૂર્ણપણે દૂર કરી હતી.

ટ્યુમરને હિસ્ટોપેથોલોજીકલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે, જેના પરિણામ બાદ તે સૌમ્ય છે કે કેન્સરયુક્ત તે સ્પષ્ટ થશે. તબીબોના જણાવ્યા મુજબ દરેક અંડાશયની ગાંઠ કેન્સર હોતી નથી. પેટમાં સતત દુખાવો, ફૂલવું કે ભારેપણું જણાય તો સમયસર તબીબી તપાસ કરાવવી જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande