જામનગરમાં નવોઢાએ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) જામનગરના લાલપુર ચોકડી પાસે આવેલા કર્મચારીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક નવ પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે
ગળાફાંસો


જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) જામનગરના લાલપુર ચોકડી પાસે આવેલા કર્મચારીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક નવ પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે અકુદરતી મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ કર્મચારીનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી મનિષાબેન દિનેશભાઈ બારિયાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે તેમના પતિ દિનેશભાઈ બારિયાએ પોલીસને જાણ કરતાં પોલીસે આકસ્મિક મ્રુત્યુની નોંધ કરી મૃત્યુના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande