પોરબંદરમાં વરસાદ માટે ભાજપે પર્જન્ય યજ્ઞ યોજ્યો
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં સારો વરસાદ થાય, ખેડૂતો સહિત સમગ્ર જનસમુદાયની સુખાકારી અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના જાણીતા વિદ્રવાન
પોરબંદરમાં  વરસાદ  માટે ભાજપે પર્જન્ય યજ્ઞ  યોજ્યો.


પોરબંદરમાં  વરસાદ  માટે ભાજપે પર્જન્ય યજ્ઞ  યોજ્યો.


પોરબંદરમાં  વરસાદ  માટે ભાજપે પર્જન્ય યજ્ઞ  યોજ્યો.


પોરબંદરમાં  વરસાદ  માટે ભાજપે પર્જન્ય યજ્ઞ  યોજ્યો.


પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

જિલ્લામાં સારો વરસાદ થાય,

ખેડૂતો સહિત સમગ્ર જનસમુદાયની સુખાકારી અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવા સંકલ્પ સાથે જિલ્લા ભાજપ પરિવાર દ્વારા પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના જાણીતા વિદ્રવાન શાસ્ત્રી ધર્મશભાઇ અત્રી સહિતના ભૂદેવોની ઉપસ્થિતિમા શાસ્ત્રો વિધિ સાથે યજ્ઞ યોજાયો હતો.

જિલ્લા ભાજપ કાર્યાલય, અટલભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીની ઉપસ્થિતિમાં યોજાયેલા યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણ કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં સારો અને સમયસર વરસાદ વરસે તેમજ સમગ્ર પંથકમાં ખુશહાલી જળવાઈ રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી હતી. યજ્ઞમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે યજ્ઞપૂર્ણ થયા બાદ ઉપસ્થિત સૌએ સાથે મળીને ફળાહાર કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રીઓ પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા અને રાજેશભાઈ કારગટીયા, સ્ટેન્ડિંગ

કમિટી ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, તાલુકાપંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, શહેર ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઈ મોઢવાડિયા સહિત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande