
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)કુતિયાણા
તાલુકાના ફરેર ગામે ખેતરમાં વીજ કરંટ લાગતાં એક ભેંસનું મોત થયું હતું. ફરેર ગામના 50 વર્ષીય ખેડૂત પ્રદીપ ટપુભાઈ ખેર પોતાના માલ ઢોરને ગામના ઘંઘસર વિસ્તારમાં ચરાવવા લઈ ગયા હતા. દરમિયાન ભેંસ ચરતા-ચરતા બાજુમાં આવેલા લખમણ ગોવિંદભાઈ વાઢીયાના ખેતરમાં પહોંચી હતી. તે
દરમિયાન ખેતરના શેઢા પાસે PGVCLનું ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર આવેલું હતું. પાણીની
મોટર ચાલુ-બંધ કરવા માટેના ટાટર વચ્ચે રહેલો કેબલ ભેંસના શિંગડામાં આવી ગયો હતો. PGVCLના કેબલમાં વીજ પ્રવાહ ચાલુ હોવાથી ભેંસને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. ઘટનામાં ભેંસનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ભેંસનું મોતનું
મોત થતાં પશુપાલક ને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya