
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર-માધવપુર
રોડ પર રતનપર ગામના પાટીયાથી આગળજુ રીવાળા સ્થળે છકડો રિક્ષા ઝાડ સાથે અથડાટા અકસ્માત સર્જાયો
હેતો જેમાં રિક્ષા ચાલકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ માધવપુર બસ સ્ટેન્ડ પાસે રહેતા 48 વર્ષીય બાલુભાઈ એભાભાઈ ભરડા પોતાની કબજાની છકડો રિક્ષા નંબર GJ-27-TA-4427 લઈને પસાર થઈ રહ્યા હતા.દરમિયાન કોઈ અગમ્ય કારણો સર રિક્ષા અચાનક બેકાબૂ બની રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી.અકસ્માતમાં બાલુ ભરડાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવારમાટે 108 ની મદદ
થી પોરબંદરની સરકારી ભાવસિહજી હોસ્પિટલ ખાતે
ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya