
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર થી
દરિયામાં માછીમારી કરવા ગયેલા ગીર સોમનાથ જિલ્લાના 38
વર્ષીય માછીમારનું દરિયામાં પડી જતાં
ડૂબીજવા થી મોત નીપજ્યું હતું. બનાવ અંગે
પરિવારજનોને જાણ થતાં શોકનો
માહોલ છવાયો છે.
મળતી વિગતો મુજબ ધનજીભાઈ બાબુભાઈ બાંભણીયા (ઉં.વ. 38), રહે. મોટા ડેસર ગામ, ચોરા
શેરી વિસ્તાર, તા. ઉના, જી. ગીર સોમનાથ, પોરબંદરથી ટંડેલ તથા અન્ય ખલાસીઓ સાથે દરિયામાં
માછીમારી કરવા ગયા હતા. દરમિયાન તા. 19 ઓગસ્ટ 2026ની રાત્રે આશરે દોઢ વાગ્યાના અરસામાં ધનજીભાઈ કોઈ કારણસર બોટમાંથી દરિયાના પાણીમાં પડી ગયા હતા. પાણીમાં
પડી ગયા બાદ તેઓ ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ તેમના મોટા ભાઈ ડાયાભાઈ
બાબુભાઈ બાંભણીયાને થતાં જરૂરી જાણ કરવામાં આવી
હતી. બનાવ અંગે પોલીસ દ્વારા નોંધ કરી જરૂરી
કાર્યવાહી હાથ ધરવામાં આવી
છે. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું
છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya