
ગીર સોમનાથ 24 ઓગસ્ટ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ અને જિલ્લા જમીન દફતર નિરીક્ષકની કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭ ઓગસ્ટના રોજ ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે લાઈસન્સી સર્વેયર માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી, રુમ નં. ૩૧૦/૩૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન, તાલાલા-વેરાવળ રોડ, ઈણાજ ખાતે તા. ૨૭ ઓગસ્ટના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ઔદ્યોગીક રોજગાર ભરતી મેળો યોજાશે.
આ ભરતી મેળામાં જિલ્લા જમીન દફતર નિરીક્ષકની કચેરી-ગીર સોમનાથ દ્વારા લાઈસન્સી સર્વેયર (સર્વેયર કામગીરી/જમીન માપણીનો અનુભવ) માટે આઈ.ટી.આઈ સર્વેયર/ ડિપ્લોમા (સિવિલ), બી.ઈ. (સિવિલ) ઓટોકેડ અને કોમ્પ્યુટરના જાણકાર તેમજ ઉંમર ૧૮ થી ૪૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. આ એક ઓપન જોબફેર છે. જેથી કૉલ લેટર ન મળેલા અને રોજગાર નોંધણી ન કરાવેલા ઉમેદવારો પણ શૈક્ષણિક લાયકાત તેમજ વયમર્યાદામાં આવતા હોય તો સ્વખર્ચે હાજર રહી શકશે.
જોબફેરમાં લાયકાત-અનુભવના પ્રમાણપત્રો, લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, આધારકાર્ડ-ચૂંટણીકાર્ડ અને ચાર નંગ પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ તથા બાયોડેટા સાથે ઉપસ્થિત રહેવુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ