27મી ઓગસ્ટે સમગ્ર દેશમાં 'ખેલો ઈન્ડિયા સંવાદ: ખેલ કી બાત PM કે સાથ'નું ભવ્ય આયોજન
- 8 લાખથી વધુ યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલી જોડાશે.. ગાંધીનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય રમત દિવસ (29 ઓગસ્ટ - હોકી વિઝાર્ડ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ) નિમિત્તે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળના ''માય ભારત''
પત્રકાર પરિષદ દરમિયાન માહિતી આપી


- 8 લાખથી વધુ યુવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલી જોડાશે..

ગાંધીનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય રમત દિવસ (29 ઓગસ્ટ - હોકી વિઝાર્ડ મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ) નિમિત્તે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળના 'માય ભારત' (Mera Yuva Bharat) દ્વારા સમગ્ર દેશમાં 27 ઓગસ્ટ,2026 ના રોજ સવારે 10 વાગ્યે 'ખેલો ઈન્ડિયા સંવાદ: ખેલ કી બાત PM કે સાથ' (વિકસિત ભારત યુવા કનેક્ટ) કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માય ભારત ગુજરાતના રાજ્ય નિયામક સચિન શર્મા, NSSના પ્રાદેશિક નિયામક ડૉ. કમલ કુમાર કર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના ડેપ્યુટી ડાયરેક્ટર અશોક કુમાર અને ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી વર્ષા રોગાએ કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી.

માય ભારત ગુજરાતના રાજ્ય નિયામક સચિન શર્માએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનો, રાષ્ટ્રીય રમતવીરો અને દેશના ભવિષ્યને એક જ રાષ્ટ્રીય મંચ પર લાવવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને દેશના નામાંકિત એથ્લેટ્સ સાથે સીધો વાર્તાલાપ કરવાનો અવસર મળશે. આ સાથે યુવાનોમાં નેતૃત્વ શક્તિના વિકાસ અર્થે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ક્વાઇઝ' (Viksit Bharat Young Leaders Dialogue Quiz) પણ યોજાશે. તેમણે યુવા સશક્તિકરણ માટે 'માય ભારત' પ્લેટફોર્મને વધુ મજબૂત અને વ્યાપક બનાવવાની બાબત પર ભાર મૂક્યો હતો.

NSSના પ્રાદેશિક નિયામક ડૉ. કમલ કુમાર કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ દેશવ્યાપી 'યુવા કનેક્ટ' અભિયાન હેઠળ ભારતના દરેક જિલ્લાની 2 પસંદગીની કોલેજો મળીને દેશભરમાં 1600 થી વધુ સ્થળો પર એકસાથે કાર્યક્રમ યોજાશે. જેમાં 8 લાખથી વધુ યુવાનો સીધા સહભાગી બનશે. ૨૭મી ઓગસ્ટે સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમામ 1600 + સ્થળો પર એકસાથે ઉપસ્થિત યુવાનોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ના ડેપ્યુટી ડાયરેક્ટર અશોક કુમારે ઉમેર્યું કે, યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા SAI દ્વારા દેશભરના શ્રેષ્ઠ રમતવીરોને આ મંચ પર જોડવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાના આ ખેલાડીઓ યુવાનો સાથે ભારતમાં રમતગમતના વિકાસ, છેલ્લા 12 વર્ષમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈકોસિસ્ટમમાં આવેલા ક્રાંતિકારી ફેરફારો તેમજ રમતગમત ક્ષેત્રને સશક્ત બનાવવામાં સરકારની નીતિઓ અને ભૂમિકા અંગે વિગતવાર ચર્ચા કરશે.

ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી વર્ષા રોગાની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાનના સંબોધન બાદ દરેક કેન્દ્ર પર સ્થાનિક સાંસદઓ, ધારાસભ્યઓ, મંત્રીઓ અને સ્થાનિક ખેલાડીઓની ઉપસ્થિતિમાં ~15 મિનિટનો સ્થાનિક યુવા સંવાદ સેગમેન્ટ યોજાશે, જેમાં યુવાનો પોતાના વિચારો અને આકાંક્ષાઓ રજૂ કરી શકશે.

કાર્યક્રમના મુખ્ય ૪ વિષયો (Themes):

* સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું મજબૂતીકરણ: ગ્રાસરૂટ સ્તરે રમતગમત સુવિધાઓ, કોચિંગ અને રમત ક્ષેત્રે તકોનો વ્યાપ વધારવો.

* ૨૦૩૬ ઓલિમ્પિક્સ માટે ટેલેન્ટનું ઘડતર: વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેલાડીઓની ઓળખ અને ભવિષ્યના ઓલિમ્પિયન્સ તૈયાર કરવા.

* યુવા નેતૃત્વ અને ગવર્નન્સમાં ભાગીદારી: નીતિનિર્માણ અને ગવર્નન્સમાં યુવાનોની સક્રિય સહભાગિતા સુનિશ્ચિત કરવી.

* વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ: ભવિષ્યલક્ષી કૌશલ્યો, સ્વયંસેવા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોનું યોગદાન.

કાર્યક્રમ દરમિયાન યુવાનો QR કોડના માધ્યમથી પોતાના મહત્વપૂર્ણ સૂચનો આપી શકશે તેમજ સ્થળ પર જ 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ક્વાઇઝ'માં ભાગ લઈ શકશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande