નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન.
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) માર્ગ સલામતી અને અકસ્માતો નિવારવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પોરબંદર જિલ્લામાં નેશનલ હાઈવે પરના ગેરકાયદે દબાણો સામે આજ થીમેગા ડિમોલિશન હાથ ધરાયું છે. નેશનલ હાઇવે પર માર્ગ સલામતી માટે નેશનલ હા
નેશનલ         હાઈવે પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન.


નેશનલ         હાઈવે પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન.


નેશનલ         હાઈવે પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન.


પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.) માર્ગ

સલામતી અને અકસ્માતો નિવારવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પોરબંદર જિલ્લામાં નેશનલ

હાઈવે પરના ગેરકાયદે દબાણો સામે આજ થીમેગા ડિમોલિશન હાથ ધરાયું છે.

નેશનલ

હાઇવે પર માર્ગ સલામતી માટે નેશનલ હાઉવે ઓથોરિટી દ્વારા આજ થી પોરબંદર જિલ્લા ના

હાઇવે NH-27

અને NH-51 પર

ખડકાયેલા અનધિકૃત બાંધકામો દૂર કરવા બુલડોઝર ચલાવવામાં આવી રહ્યા છે.જેમા આજ રોજ

પોરબંદર-દ્વારકા હાઈવે પર મિંયાણી અને પોરબંદર-રાજકોટ _હાઈવે પર ડાડુકા અને રોઘડા ગામે

ડીમોલેશન નીકાર્યવાહી કરવામાં આવી

હતી.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્રની ટીમો

દ્વારાઅનધિકૃત બાંધકામો, મિડિયન ગેપ તથા મંજૂરી વિના બનાવાયેલા

પ્રવેશમાર્ગો દૂર કરવામાં આવી રહ્યા

છે.

હાઈવે પર હોટેલ,પેટ્રોલ પંપ અને ઔદ્યોગિક એકમો દ્વારા મંજૂરી

વિના બનાવાયેલા પ્રવેશ-નિકાસ માર્ગો પણ બંધ કરવામાં આવશે. તંત્ર દ્વારા

દબાણકર્તાઓને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. દબાણ દૂર નહીં કરનાર

સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું

છે કે, ગેરકાયદે

દબાણ દૂર કરવાની કામગીરીનો ખર્ચ પણ સંબંધિત દબાણકર્તા પાસેથી વસૂલવામાં આવશે.

હાઈવે પર વાહનચાલકોની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે આ કાર્યવાહી હાથ

ધરાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande