અમદાવાદના મહિલા કલાકારોએ ‘ઇન્ટેન્જિબલ વડનગર’ અંતર્ગત ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરી
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પ્રવાસન નિગમ (TCGL) અને ‘અતુલ્ય વારસો’ના સંયુક્ત ઉપક્રમે ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના મહિલા આર્ટિઝન ગ્રુપ માટે વિશેષ પ્રવાસ-મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસકામ, ભરતકામ અને મિરર વર્ક જેવી
અમદાવાદના મહિલા કલાકારોએ ‘ઇન્ટેન્જિબલ વડનગર’ અંતર્ગત ઐતિહાસિક વારસાની અનુભૂતિ કરી


મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત પ્રવાસન નિગમ (TCGL) અને ‘અતુલ્ય વારસો’ના સંયુક્ત ઉપક્રમે ‘ઇન્ટેન્જિબલ વડનગર’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના મહિલા આર્ટિઝન ગ્રુપ માટે વિશેષ પ્રવાસ-મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંસકામ, ભરતકામ અને મિરર વર્ક જેવી પરંપરાગત હસ્તકળા સાથે સંકળાયેલી મહિલા કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના પ્રાચીન વારસાની ઓળખને વધુ મજબૂત બનાવવાની સાથે મહિલા કલાકારોને સ્થાનિક સંસ્કૃતિ, કલા અને હસ્તકળા સાથે સીધા જોડવાનો હતો. કાર્યક્રમની શરૂઆત સ્થાનિક કલાકારો દ્વારા રજૂ કરાયેલા ભક્તિગીતોથી થઈ હતી.

ત્યારબાદ અમદાવાદથી આવેલી મહિલા આર્ટિઝન્સે વડનગરના પ્રાચીન અને ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડનગરની સમૃદ્ધ વારસાગાથા અને તેના સાંસ્કૃતિક મહત્વ વિશે માહિતી મેળવી હતી. ઐતિહાસિક સ્થળોની મુલાકાતથી કલાકારોને તેમની કલા અને કૌશલ્યમાં નવા દૃષ્ટિકોણ ઉમેરવાની તક મળી હતી.

પ્રવાસ દરમિયાન મહિલા કલાકારોએ વડનગર ખાતે નિર્મિત અદ્યતન મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. મ્યુઝિયમમાં પ્રદર્શિત વડનગરના સદીઓ જૂના વારસા અને ઐતિહાસિક વિગતો નિહાળી કલાકારો પ્રભાવિત થયા હતા. શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલા ‘શ્રાવણોત્સવ’ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આર્ટિઝન ગ્રુપ ઉપસ્થિત રહ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દ્વારા મહિલા કલાકારોને વડનગરની જીવંત વિરાસત અને પરંપરાગત હસ્તકળાના સમન્વયને નજીકથી જાણવાની અનોખી તક મળી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande