તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત, કાયાકલ્પ પિયર એસેસમેન્ટ યોજાયું
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આજે તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આમ ઊંટવા, એસડીએચ કડી અને પીએચસી ડાંગરવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી આરોગ્ય સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું
તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આરોગ્ય કેન્દ્રોની મુલાકાત, કાયાકલ્પ પિયર એસેસમેન્ટ યોજાયું


મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આજે તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન આમ ઊંટવા, એસડીએચ કડી અને પીએચસી ડાંગરવા આરોગ્ય કેન્દ્રની મુલાકાત કરી આરોગ્ય સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુલાકાત દરમિયાન કાયાકલ્પ પિયર એસેસમેન્ટ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા, સુવિધાઓ, આરોગ્ય સેવાઓ તથા અન્ય જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જરૂરી મુદ્દાઓ અંગે ચર્ચા કરી કામગીરીમાં સુધારા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અતિ જોખમી સગર્ભા મહિલાઓ એટલે કે હાઈ રિસ્ક એએનસીની પણ મુલાકાત લેવામાં આવી હતી. સગર્ભા મહિલાઓના આરોગ્યની સ્થિતિ અંગે માહિતી મેળવી જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સગર્ભાવસ્થા દરમિયાન નિયમિત તપાસ, દવાઓ અને પોષણ સહિતની બાબતો અંગે પણ સમજ આપવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પૂરી પાડવા તેમજ લોકો સુધી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને સેવાઓનો લાભ પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસરની આ મુલાકાતથી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને કામગીરીનું સતત મૂલ્યાંકન કરવામાં મદદ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande