
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટો, સરકારી યોજનાઓ અને વિવિધ કામગીરીની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં વિવિધ પ્રોજેક્ટો અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરી, બાકી રહેલા કામો તેમજ કામગીરી દરમિયાન આવી રહેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગો પાસેથી કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી આગામી તબક્કાની કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શહેરના વિકાસને લગતા પ્રોજેક્ટો સમયસર પૂર્ણ થાય અને તેનો લાભ નાગરિકોને વહેલી તકે મળી રહે તે માટે કામગીરીમાં ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ યોજનાઓના અમલીકરણમાં સમયબદ્ધતા જળવાઈ રહે અને મંજૂર થયેલી કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મહેસાણા શહેરમાં નાગરિકલક્ષી સુવિધાઓમાં વધારો થાય અને વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેક્ટો પર કામગીરી કરવામાં આવી રહી છે. વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં આ કામગીરીની સતત દેખરેખ અને સમયસર અમલીકરણ અંગે અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR