મહેસાણા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મહેસાણા શહેરના વિકાસ અને નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સુવિધાઓને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમ
મહેસાણા મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા


મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન મહેસાણા શહેરના વિકાસ અને નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ સુવિધાઓને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠકમાં શહેરમાં ચાલી રહેલી વિકાસલક્ષી કામગીરી, નાગરિક સુવિધાઓ તથા આગામી સમયમાં હાથ ધરાનારી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શહેરના વિકાસને વધુ ગતિ આપવા અને નાગરિકોને સમયસર તથા ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળી રહે તે માટે કામગીરી અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તા, સફાઈ, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ સહિતની વિવિધ પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા તેમજ નાગરિકલક્ષી કામગીરીને અસરકારક બનાવવાના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

મહેસાણા શહેરનો સુવ્યવસ્થિત અને સર્વાંગી વિકાસ થાય તેમજ નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરીને આગામી કામગીરી માટે જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande