પાટણ રોટરી ક્લબ દ્વારા 50 જરૂરિયાતમંદ બહેનો માટે નિઃશુલ્ક ‘પાંચ મહાદેવ દર્શન’ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)પાટણ રોટરી ક્લબ દ્વારા 50 જરૂરિયાતમંદ બહેનો માટે નિઃશુલ્ક ‘પાંચ મહાદેવ દર્શન’ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ સવારે 6:30 કલાકે બગવાડા દરવાજા ખાતેથી થયો હતો. પાટણના ધારાસભ્ય અને રોટેરીયન ડો. કિરીટ
પાટણ રોટરી ક્લબ દ્વારા 50 જરૂરિયાતમંદ બહેનો માટે નિઃશુલ્ક ‘પાંચ મહાદેવ દર્શન’ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું


પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.)પાટણ રોટરી ક્લબ દ્વારા 50 જરૂરિયાતમંદ બહેનો માટે નિઃશુલ્ક ‘પાંચ મહાદેવ દર્શન’ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ સવારે 6:30 કલાકે બગવાડા દરવાજા ખાતેથી થયો હતો. પાટણના ધારાસભ્ય અને રોટેરીયન ડો. કિરીટ પટેલે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં બહેનો માટે ચા-નાસ્તો, ભોજન સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી હતી.

યાત્રા દરમિયાન સૌપ્રથમ સિદ્ધપુર ખાતે વટેશ્વર મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા, જ્યાં ચા-કોફી અને ફરાળી ગોટાનો નાસ્તો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશ્વેશ્વર મહાદેવ, બાલારામ, હર ગંગેશ્વર, હાથીધરા, કોટેશ્વર અને અંબાજી સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવ્યા હતા. બપોરનું ભોજન મહર્ષિ આશ્રમ ખાતે તથા સાંજના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રા પૂર્ણ થયા બાદ તમામ બહેનોને સુરક્ષિત રીતે પાટણ પરત લાવવામાં આવ્યા હતા.

આ સેવાકીય પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન રાજુભાઈ મોદી, પ્રોજેક્ટ કો-ચેરમેન જયરામભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ અને રણછોડભાઈ પટેલે સહયોગ આપ્યો હતો. બસના પ્રસ્થાન સમયે રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ રો. શૈલેષ સોની, મંત્રી રો. સતિષ ઠક્કર, ડો. ઝૂઝારસિંહ સોઢા, વિનોદભાઈ સુથાર, કલ્પેશભાઈ ઠક્કર, ઘેમરભાઈ દેસાઈ, પરેશભાઈ જે. પટેલ, હરેશભાઈ પટેલ અને ભગવાનભાઈ પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande