સિદ્ધપુરમા સદાબહાર ગ્રુપ દ્વારા 450થી વધુ વિદ્યાર્થીનીઓને ફરાળી નાસ્તાની કીટનું વિતરણ
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુરના પી.જે.એ. એન્ડ આર.કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સદાબહાર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ભદ્ર સર્વિસીસ લિમિટેડ અને સદાબહાર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે 24 ઓગસ્ટે યોજાયેલા કાર્યક્રમ
સિદ્ધપુરમા સદાબહાર ગ્રુપ દ્વારા 450થી વધુ વિદ્યાર્થીનીઓને ફરાળી નાસ્તાની કીટનું વિતરણ

સિદ્ધપુરમા સદાબહાર ગ્રુપ દ્વારા 450થી વધુ વિદ્યાર્થીનીઓને ફરાળી નાસ્તાની કીટનું વિતરણ

સિદ્ધપુરમા સદાબહાર ગ્રુપ દ્વારા 450થી વધુ વિદ્યાર્થીનીઓને ફરાળી નાસ્તાની કીટનું વિતરણ

પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.) સિદ્ધપુરના પી.જે.એ. એન્ડ આર.કે. શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સદાબહાર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. ભદ્ર સર્વિસીસ લિમિટેડ અને સદાબહાર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે 24 ઓગસ્ટે યોજાયેલા કાર્યક્રમમાં શાળાની 450થી વધુ વિદ્યાર્થીનીઓને ફરાળી નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તથા વિદ્યાર્થીનીઓની પ્રાર્થનાથી થયો હતો. ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે નામીક ભટ્ટ, ભાર્ગવ રાવલ, પ્રદિપ જોશી, નિરંજન ઠાકર, પ્રવીણ દરજી સહિતના આગેવાનો તેમજ સદાબહાર ગ્રુપના દિપક શુક્લ, ઉપેન્દ્ર ઠાકર, પ્રફુલ્લ ત્રિવેદી, પ્રકાશ પ્રજાપતિ અને પ્રિયાંક રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ આચાર્ય ડો. રામુજી રાજપૂત, સંસ્થાના મંત્રી મનિષ આચાર્ય અને શાળાના આચાર્યા સહિત શાળા પરિવાર હાજર રહ્યો હતો. મનિષ આચાર્ય, નિરંજન ઠાકર અને નામીક ભટ્ટે પ્રાસંગિક વક્તવ્ય આપ્યા બાદ વિદ્યાર્થીનીઓને ફરાળી નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande