આર્થિક સંકડામણથી કંટાળી 38 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો.
પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબરના સોઢાણા ગામના જુના દલિતવાસ વિસ્તારમાં 38 વર્ષીય યુવકે આર્થિક સંકડામણના કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ નીલેશ માધાભાઈ ખરા (ઉં.વ. 38) મજૂરી કામ કરી જીવન ગુજારતા
આર્થિક  સંકડામણથી કંટાળી 38 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો.


પોરબંદર, 24 ઓગસ્ટ (હિ.સ.)પોરબરના

સોઢાણા ગામના જુના દલિતવાસ વિસ્તારમાં 38 વર્ષીય યુવકે આર્થિક સંકડામણના કારણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે મળતી માહિતી મુજબ નીલેશ માધાભાઈ ખરા (ઉં.વ. 38) મજૂરી કામ કરી જીવન ગુજારતા હતા.મળતી વિગતો મુજબ મરણ જનાર એકલવાયું જીવન જીવતા હતા અને છેલ્લા કેટલાક સમયથી તેમને યોગ્ય કામ-ધંધો મળી રહ્યો ન હતો. જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા. આર્થિક સંકડામણથી કંટાળી તેમણે પોતાની મેળે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.બનાવની જાણ થતાં પરિવારજનો તથા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બાદમાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande