
પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.) પાટણ શહેરની ભગવતીનગર સોસાયટી સ્થિત શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવારે ભગવાન ભોળાનાથને શાકભાજી અને વિવિધ ફ્રુટથી સુંદર આંગી કરવામાં આવી હતી. શિવભક્તોએ ભક્તિભાવપૂર્વક ભગવાન શિવજીનો આ અનોખો શણગાર કર્યો હતો.
આ વિશેષ આંગીના યજમાન તરીકે સુનિલભાઈ કનુભાઈ ઠક્કર પરિવાર જોડાયો હતો. શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક ઉત્સવો તેમજ આંગી રચનાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે.
આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિત વિવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી તથા દાતા પરિવારો દ્વારા આંગી રચનાઓ કરવામાં આવશે. સોસાયટીના શિવભક્ત મહિલા ભૂમિબેને પાટણના ધર્મપ્રેમી નગરજનોને શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરના ધાર્મિક કાર્યક્રમોમાં પધારી દર્શન અને પ્રસાદનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ