જામનગરના મોખાણા-ખીમલિયા ગામની સીમમાં વાડીઓમાંથી રૂ.1.23 લાખના વાયરની ચોરી
જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના મોખાણા અને ખીમલિયા ગામની સીમમાં આવેલી વાડીઓમાં તસ્કરોએ હાથફેરો કરી ઇલેક્ટ્રિક મોટરમાં ફીટ કરાયેલા તેમજ ઓરડીઓમાં રાખેલા કેબલ વાયરની ચોરી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તા. 17 ઓગસ્ટની રાત્રિના આઠ વાગ્યાથી તા
પોલીસ ચોરી ફરિયાદ


જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના મોખાણા અને ખીમલિયા ગામની સીમમાં આવેલી વાડીઓમાં તસ્કરોએ હાથફેરો કરી ઇલેક્ટ્રિક મોટરમાં ફીટ કરાયેલા તેમજ ઓરડીઓમાં રાખેલા કેબલ વાયરની ચોરી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

તા. 17 ઓગસ્ટની રાત્રિના આઠ વાગ્યાથી તા. 18 ઓગસ્ટની સવારના આઠ વાગ્યા દરમિયાન અજાણ્યા તસ્કરો ફરીયાદી તથા સાહેદોની વાડીઓમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ ઓરડીઓના તાળા તોડી 6 એમ.એમ.નો કુલ 495 ફૂટ વાયર, કિંમત રૂ.54,500 તેમજ 4 એમ.એમ.નો કુલ 705 ફૂટ કેબલ, કિંમત રૂ.68,800 મળી કુલ 1,200 ફૂટ કેબલ વાયર રૂ.1,23,250ની કિંમતનો ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે મુન્નાભાઈ ઉર્ફે દેવાભાઈ જેંતીભાઈ પારજીયાની ફરિયાદના આધારે પંચ ‘બી’ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande