ભરૂચ ભાજપના ઈતિહાસમાં પ્રથમવાર બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને રાખડી બાંધી
- સંગઠન અને ચૂંટાયેલીની 80 બહેનોએ જિલ્લા ભાજપ પ્રમુખના નિવાસે ઉમટી બાંધ્યું રક્ષાસૂત્ર ભરૂચ, 25 ઓગસ્ટ (હિ.સ.) : ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીકસમાન રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને રક્ષાબંધનનો અભૂતપૂર્વ કા
ભરૂચ ભાજપના ઈતિહાસમાં પ્રથમવાર બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને રાખડી બાંધી


ભરૂચ ભાજપના ઈતિહાસમાં પ્રથમવાર બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને રાખડી બાંધી


ભરૂચ ભાજપના ઈતિહાસમાં પ્રથમવાર બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને રાખડી બાંધી


ભરૂચ ભાજપના ઈતિહાસમાં પ્રથમવાર બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને રાખડી બાંધી


- સંગઠન અને ચૂંટાયેલીની 80 બહેનોએ જિલ્લા ભાજપ પ્રમુખના નિવાસે ઉમટી બાંધ્યું રક્ષાસૂત્ર

ભરૂચ, 25 ઓગસ્ટ (હિ.સ.) : ભાઈ-બહેનના પવિત્ર સ્નેહના પ્રતીકસમાન રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના નિવાસસ્થાને રક્ષાબંધનનો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપ સંગઠનની બહેનો, મહિલા પદાધિકારીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર બહેનો ઉત્સાહભેર ઉમટી પડતા અનુપમ ક્ષણનું સર્જન થયું હતું.

જિલ્લા ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખની 80 થી વધુ બહેનોએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ કુમકુમ તિલક કરી, આરતી ઉતારી, મોઢું મીઠું કરાવીને રક્ષાકવચ સમાન પવિત્ર રાખડી બાંધી હતી. આ તકે બહેનોએ જિલ્લાના ભાજપ પરિવારના સંગઠનાત્મક વિકાસ અને પ્રમુખના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભાજપની મહિલા આગેવાનો અને બહેનોએ એકતા અને પરિવારભાવ દર્શાવતા જિલ્લા પ્રમુખના ધર્મપત્ની બીનાબેનને પણ સ્નેહસભર રાખડી બાંધી હતી. સમગ્ર માહોલ ભાઈ-બહેનના સ્નેહ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાથી સભર બની ગયો હતો.

ભરૂચ જિલ્લા ભાજપ પરિવારની બહેનો દ્વારા મળેલું આ રક્ષાસૂત્ર મારા માટે અત્યંત અમૂલ્ય છે. બહેનોની સુવર્ણ સુરક્ષા, સન્માન અને જિલ્લાના જનકલ્યાણના કાર્યો માટે હું સદા કટિબદ્ધ રહીશ, તેવો ભાવ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ વ્યક્ત કરી તમામ બહેનોને વંદન કરી રક્ષાબંધન પર્વની જિલ્લાવાસીઓને આગોતરી શુભકામનાઓ પાઠવી હતી.

ભરૂચ જિલ્લા ભાજપમાં પ્રથમ વખત રક્ષાબંધન પર્વ અવિસ્મરણીય બની રહ્યું હતું. જિલ્લા સંગઠન અને ચૂંટાયેલી પાંખની બહેનોએ જિલ્લા પ્રમુખને રક્ષાસૂત્ર બાંધી ભવ્ય ઉજવણી કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમના ધર્મપત્નીએ પણ ભારતીય સંસ્કૃતિ મુજબ તમામ બહેનોને યથાશક્તિ ભેટ આપી તેઓને સ્નેહસભર જમાડતા પ્રસંગ અનુપમ બની રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande