
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન
વિસ્તારમાં કડછ ગામેથી દિલ્હી મોકલવામાં આવેલા રૂ.28.14 લાખની
કિંમતના 42 ટન
ચણાનો જથ્થો નિર્ધારિત સ્થળે પહોંચાડવાના બદલે
સગેવગે કરી નાખ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ટ્રક માલિક/ટ્રાન્સપોર્ટ
એજન્ટ, ટ્રક
ડ્રાઇવર સહિતના વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધી તપાસ
હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ નરસનટેકરી, પોરબંદર
ખાતે રહેતા અને મૂળ કડછ ગામના માલદેભાઈ ભોજાભાઈ કડછાએ
પોતાના ચણાનો જથ્થો દિલ્હીના વેપારીને વેચ્યો હતો. ચણાનો માલ
હરિયાણાના કુંડલી બોર્ડર ખાતે પહોંચાડવાનો હતો. આ માટે
રાણાવાવની ભવાની ટ્રાન્સપોર્ટ (ભારત ટ્રાન્સપોર્ટ રાણાવાવ)ના
માલીક હુસેનભાઇ ઇસ્માઇલભાઇ સજ્જન મારફતે ટ્રક નં. HP38J0971 મોકલવામાં આવ્યો હતો.ટ્રકમાં કુલ 840 કટા એટલે કે 42 ટન ચણા નો જથ્થો હતો જેની કુલ કિંમત રૂ.28,14,000 હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ માલ પરિવહન માટે ટ્રક ભાડા
પેટે રૂ.47,500ની રકમ
પણ એડવાન્સમાં ઓનલાઈન ચૂકવવામાં આવી
હતી.ત્યારબાદ ચણાનો જથ્થો નિર્ધારિત સ્થળે પહોંચાડવાનો હતો.જો કે
માલ સમયસર પહોંચાડવામાં આવ્યો ન હતો અને જથ્થો સગેવગેકરી
ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે
માધવપુર પોલીસ સ્ટેશનમાં ટ્રક માલિક/ટ્રાન્સપોર્ટ એજન્ટરાજકુમાર, ડ્રાઇવર
રામનરેશ તથા અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો
છે. ચણાનો જથ્થો ક્યાં સગેવગે કરવામાં આવ્યો અને સમગ્ર ઘટનામાં અન્ય
કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમતે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya